મનાલી ફરવા ગયેલો ભાવનગરનો હસતો રમતો પરિવાર વિખેરયો :ગાડી ખીણમાં ખાબકતાં 6ના મોત

image-131

copy image

copy image

મનાલી ફરવા ગયેલ ભાવનગરના સિંધી પરિવારને કાળ ભરખી ગયો. મળતી માહિતી અનુસાર હિમાચલ પ્રદેશના ચંબાથી અત્યંત દુખદ ઘટના સામે આવી છે. વહેલી સવારે ભાવનગરના સિંધી પરિવારની કાર અચાનક બેકાબૂ થઈ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ઘટનામાં 6 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. કારમાં ડ્રાઇવર સહિત કુલ 10 લોકો સવાર હતા. ઘટનાને પગલે પોલીસ તેમજ બચાવ ટુકડીઓએ ચાર લોકો ને બચાવી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા છે