ટ્રમ્પે ઈરાનના પ્રસ્તાવને ફગાવી દીધો

image-144

copy image

copy image

યુદ્ધની આગ કાબૂમાં આવશે, તેવી જાગેલી આશા પર ફરી પાણી ફરી વળ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઈરાને આપેલા નવા શાંતિ પ્રસ્તાવને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફગાવી દીધો હતો. ટ્રમ્પે જણાવ્યું હતું કે, મને ઈરાનનો જવાબ જરા પણ પસંદ નથી આવ્યો . આવો પ્રસ્તાવ સ્વીકારી નહીં શકાય.ઈરાની અધિકારીઓનું કહેવું છે કે, અમારો જવાબ સકારાત્મક અને વ્યાવહારિક છે. હવે ફેંસલો અમેરિકાએ કરવાનો છે. અમેરિકાએ પ્રસ્તાવમાં એવું પણ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, યુરેનિયમ સંબંધિત શરતોના બદલામાં અમે પ્રતિબંધમાં ઢીલ મૂકશું. ઈરાનની અબજો ડોલરની સંપત્તિઓ સોંપી દેવા સામે ઈરાની બંદરગાહો પર લાગુ કરાયેલી નાકાબંધી હટાવવાની તૈયારી પણ અમેરિકા તરફથી બતાવાઈ હતી.