ભુજ સર્કિટ હાઉસ ખાતે ભીમ આર્મી એકતા મિશન દ્વારા સમીક્ષા મિટિંગ યોજાઈ

તા. ૧૧ મે ૨૦૨૬ ભીમ આર્મી ભારત એકતા મિશન સંગઠનની સમીક્ષા મિટિંગ યોજાઈ હતી. જેમાં ખાસ કરીને સંગઠનને મજબૂત બનાવવા અને કચ્છ ના પ્રાણ પ્રશ્નો માટે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
આજની મિટિંગમાં કચ્છ જિલ્લામાં પ્રાથમિક મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સમાજમાં દારૂ નું દુષણથી અનેક ઘર પરિવાર બરબાદ થઇ રહ્યા છે. તે એક ગંભીર બાબત છે. જિલ્લા માં ગેર કાનૂની ચાલતી પ્રવુતિ પર રોક લગાવવી આ સાથે શિક્ષણ, આરોગ્યની સમસ્યા અંગે ચર્ચા કરાઈ હતી. સાથે જ આજે સંગઠનમાં નવા સભ્યો નિમણૂક કરવામાં આવી હતી. જેમાં પઠાણ અમીન ખાનને ભીમ આર્મી કચ્છ નાં સંગઠન મંત્રી, તરીકે જવાબદારી સોપાઈ, નવીન નજાર ને ભીમ આર્મી કચ્છ જિલ્લા સભ્ય, સીજુ કરશનભાઈ ને ભીમ આર્મી નખત્રાણાનાં પ્રભારી, માવજીભાઈ મહેશ્વરી ભીમ આર્મી મહામંત્રી ભુજ તાલુકા,અને કરશન રામજી ભાઈ મહેશ્વરી ઉપ.પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવીહતી. ત્યારે આ મીટીંગમાં ભીમ આર્મી, ગુજરાત ઉપાધ્યક્ષ ઇકબાલ ભાઈ જત, કચ્છ જિલ્લા પ્રમુખ હરિભાઈ પરમાર, મહિલા મંત્રી પારુબેન શેખવા, કચ્છ જિલ્લા પ્રભારી લક્ષ્મણ ભાઈ વાઘેલા, જિલ્લા ઉપાધ્યક્ષ અનીસભાઈ જુણેજા, આંબાભાઈ રાઠોડ, ભીમજીભાઈ, નરેશભાઈ ભોઈયા, હિરેન મારવાડા, જાકબ આમદ, માલશીભાઈ રાણા, શામજીભાઈ દાફડા, મીડિયા કન્વીનર માવજી હિંગણા, સહિતના ભીમ આર્મીના કાર્યકરો જોડાયા હતા તેવું જિલ્લા મીડિયા કન્વીનર માવજી હિંગણા એ જણાવ્યું હતું.