સાંસદ ડે – નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 9 માં દિવસે 24 ટીમોએ ભાગ લીધો:સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા

ભુજ શહેર ના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડેનાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – 4 ના 9માં દિવસે 12 ટીમો અને મીરઝાપર ખાતે પણ 12 ટીમો વચ્ચે મેચો રમાઈ હતી. કચ્છ સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અને ખેલ રસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. 400 થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કચ્છ – મોરબી માળીયા ની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહ્યા છે. આ સાથે તારીખ 11/05/2026 ના નવમા દિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ “શિવ શક્તિ ઇલેવન માનકુવા” અને ”KVT ઇલેવન” વચ્ચે રમાઇ જેમાં ”KVT ઇલેવન” ની જીત થઇ હતી. બીજી મેચ “સર્વોદય ઇલેવન માધાપર” અને “અગારીયા ઇલેવન મથડા” વચ્ચે રમાઇ જેમાં“સર્વોદય ઇલેવન માધાપર” વિજેતા થઇ હતી. ત્રીજી મેચ “ચામુંડા ઇલેવન ભાડીયા” અને “જુની રાવલવાડી મિત્ર મંડળ” વચ્ચે રમાઇ હતી. જેમાં “ચામુંડા ઇલેવન ભાડીયા” વિજેતા થઇ હતી. ચોથી મેચ “સોરયાદીપ ઇલેવન ભુજ” અને “ક્રિષ્ના ઇલેવન ભુજ”વચ્ચે રમાઇ જેમાં “સોરયાદીપ ઇલેવન ભુજ” ની જીત થઇ હતી. પાંચમી મેચ “SCW વોરિયર્સ ઇલેવન” અને “માતૃકૃપા ઇલેવન માધાપર” વચ્ચે રમાઇ જેમાં “માતૃકૃપા ઇલેવન માધાપર” વિજેતા થઇ હતી. છઠ્ઠી મેચ “MES એરફોર્સ ઇલેવન” અને “ યંગસ્ટાર્સ ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ જેમાં “ યંગસ્ટાર્સ ઇલેવન ભુજ” વિજેતા થઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ મેચો દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સર્વશ્રી જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન આપતા રહે છે.