PMની અપીલ બાદ એક્શન: ગુજરાત સહિત 5 રાજ્યોમાં સરકારી કાફલામાં કાપ, હર્ષ સંઘવીનો પ્રવાસ રદ

મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અને ઊભા થઈ રહેલા ઊર્જા સંકટ વચ્ચે મોદીએ દેશવાસીઓને ઈંધણ બચત માટે અપીલ કરી હતી. હવે આ અપીલ માત્ર સંદેશ પૂરતી ન રહી, પરંતુ BJP શાસિત પાંચ રાજ્યોમાં સીધી કાર્યવાહી અમલ થઈ ગઈ છે.સૂત્રો માંથી મળતી માહિતી અનુસાર દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત સરકારોએ પેટ્રોલ-ડીઝલ (petrol-diesel) બચાવવા માટે વિવિધ કડક સૂચનાઓ જાહેર કરી છે. ક્યાંક સરકારી કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડવામાં આવી રહી છે તો ક્યાંક અધિકારીઓને જાહેર પરિવહન અને કારપૂલિંગ અપનાવવા માટે કહેવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં ડેપ્યુટી CMએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો
ગુજરાતમાં ડેપ્યુટી CM (હર્ષ સંગવી)એ ઈંધણ બચત અભિયાન ને સમર્થન આપતાં પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. બીજી બાજુ હવે ‘No Vehicle Day’ પર પણ વિચાર: ઘણા રાજ્યોમાં હવે ‘નો વ્હીકલ ડે’ જેવા સૂચનો પર પણ ચર્ચા ચાલી રહી છે. સાથે જ સ્કૂલ બસોનો વધુ સારો ઉપયોગ, જાહેર પરિવહનને પ્રોત્સાહન અને વીજળી બચત માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે. સરકારોનું માનવું છે કે લોકો નાના-નાના પગલાં લેશે તો દેશ ભવિષ્યમાં ઊભા થઈ શકે એવા મોટા ઊર્જા સંકટનો મજબૂત રીતે સામનો કરી શકશે.