ભારતમાં Whatsapp, UPI બધું બંધ થઈ જશે? :ઇન્ટરનેટ પર ઇરાનનો પહેરો

અત્યાર સુધી હોર્મુઝની ખાડીને માત્ર તેલના ટેન્કરો માટેના વ્યૂહાત્મક રસ્તા તરીકે ઓળખવામાં આવતી હતી, પરંતુ હવે આ વિસ્તાર વૈશ્વિક ઈન્ટરનેટ માટે પણ મોટું ચેક પોઈન્ટ બની શકે છે. રિપોર્ટ્સ અનુસાર , ઈરાન સમુદ્રના પેટાળમાં બિછાવાયેલા ઈન્ટરનેટ કેબલ્સ પર પોતાનું નિયંત્રણ વધારવા અને તેના મેન્ટેનન્સ માટે પોતાના નિયમો થોપવાની યોજના બનાવી રહ્યું છે. જે રીતે ઈરાને હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી ટોલ લેવાનો નિર્ણય કર્યો છે, તે જ રીતે હવે આ કેબલ્સનો ઉપયોગ કરતી વિદેશી ટેક કંપનીઓ પાસેથી ફી વસૂલવા માટેની તૈયારી ઈરાન કરી રહ્યું છે. ઈરાન તરફથી જણાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારની અંડરસી કેબલ્સનું મેન્ટેનન્સ તે પોતે જ કરશે અને ટેક કંપનીઓએ ઈરાની કાયદાઓનું પાલન કરવું પડશે. આ કેબલ્સ દ્વારા દરરોજ બેંકિંગ ટ્રાન્ઝેક્શન, ક્લાઉડ ડેટા, સોશિયલ મીડિયા અને AI સર્વિસનો ટ્રાફિક પસાર થાય છે.વિશ્વનો આશરે 95%થી 99% ઈન્ટરનેટ ટ્રાફિક સમુદ્રની નીચેની ફાઈબર કેબલ્સ દ્વારા ચાલે છે. આ કેબલ્સ એશિયા અને યુરોપને જોડે છે. જો તેમાં કોઈ ખલેલ પહોંચે તો ભારતમાં UPI પેમેન્ટથી લઈને વીડિયો કોલિંગ અને AI સર્વર્સ સુધીની સેવાઓ ખોરવાઈ શકે છે.