અંજારના જરું ફાટક પાસે ટ્રેનની અડફેટે આવતાં એકનું મોત

અંજાર ખાતે જરું ફાટક નજીક આજે બપોરના સમયે દુર્ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ ટ્રેનની અડફેટે આવી જતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ અને રેલવે તંત્રની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકની ઓળખ મેળવવા તેમજ સમગ્ર મામલે તપાસ ચાલુ કરવામાં આવી છે.