ટુ-વ્હીલર, ફોર વ્હીલર LVM કાર તથા થ્રી-વ્હીલર અને ટ્રાન્સપોર્ટમાં વાહનોમાં પસંદગીના નંબર મેળવવા નોંધણી કરવાની રહેશે
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અંજાર – કચ્છની અખબારી યાદી મુજબ ટુ-વ્હીલર, ફોર વ્હીલર એલ.એમ.વી. કાર, થ્રી – વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનો(HGV)માં અગાઉની બાકી રહેલા ગોલ્ડન, સિલ્વર નંબરોનું રી-ઓક્શન શરૂ કરવામાં આવનારું છે. ઓનલાઇન અરજી ૨૦/૦૫/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨/૦૫/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તારીખ ૨૨/૦૫/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૨૪/૦૫/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી કરવામાં આવશે.
સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર ટુ- વ્હીલરના ૮૦૦૦, અન્ય વાહનોના રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર ટુ-વ્હીલરના ૩૫૦૦ તથા અન્ય વાહનો માટે રૂ.૧૫૦૦૦ રહેશે. જ્યારે અન્ય નંજરમાં ૨ વ્હીલરમાં રૂ.૨૦૦૦ તથા અન્યમાં ૮૦૦૦ ફી રહેશે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા https://vahan.parivahan.gov.in/fancy પર અરજી કરવાની રહેશે.