મુન્દ્રા વિસ્તારમાં આવેલ TGR હોટેલમા 3.60 લાખનો માદક પદાર્થ હિરોઈનનો જથ્થો પકડી પાડતી SOG પશ્ચિમ કચ્છ ભુજ

મુંદરા પોર્ટ રોડ પર આવેલ, ભીન્ડે બિઝનેશ હબ કોમ્પલેક્ષમાં આવેલ હોટેલ ટી.જી.આર., રૂમ. નં. ૨૫, માંથી માદક પદાર્થ હેરોઈન ૧૮ ગ્રામ, કી.રૂ ૩,૬૦,૦૦૦/-નાં મુદામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડતી એસ.ઓ.જી.પશ્ચિમ કચ્છ-ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજના શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં નાર્કોટીક્સની, ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ જેથી નાર્કોટીક્સની બદી સદંતર નેસ્તનાબુદ કરવા એસ.ઓ.જીનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.ડી.પરમાર તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.આર. સકોરિયાનાઓએ અલગ-અલગ ટીમ બનાવી કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ, જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના અધિકારી/ કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.

દરમ્યાન આજરોજ તા.૧૪/૦૫/૨૦૨૬ નાં રોજ એસ.ઓ.જી સ્ટાફના અધિકારીઓ તથા કર્મચારીઓ મુંદરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઈ. ચેતનસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ. ગોપાલભાઈ ગઢવીનાઓને સંયુકત રીતે મળેલ ખાનગી રાહે સચોટ બાતમી હકિકત અન્વયે જરૂરી વર્કઆઉટ કરી મુંદરા પોર્ટ રોડ પર આવેલ, ભીન્ડે બિઝનેશ હબ કોમ્પલેક્ષમાં આવેલ હોટેલ ટી.જી.આર., રૂમ. નં. ૨૫, માંથી (૧) સંદિપસિંગ ધરમસિંગ, ઉવ.૩૨, રહે.ગામ-ભરાણા, પો.ભરાણા, જી.ફિરોજપુર, રાજય, પંજાબ, (૨) સતનામસિંગ જસવીરસિંગ ઉવ.૪૩, રહે. ગામ, ભરાણા, પો.ભરાણા, જી.ફિરોજપુર, રાજય. પંજાબ, (૩) મનજીતસિંગ ઇશ્વરસિંગ, ઉવ.૩૨, રહે. ગામ. ગદલી (ડીંગ), તા. સિરસા, જી. સિરસા, હરિયાણા વાળાઓ પાસેથી માદક પદાર્થ હેરોઈન જેનું વજન ૧૮ ગ્રામ, કિ.રૂ. ૩,૬૦,૦૦૦/- ના નાર્કોટિક્સ મુદામાલ સાથે ઝડપી પાડી મજકુર આરોપીઓ વિરુદ્ધ મુંદરા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

(૧) સંદિપ સિંગ ધરમ સિંગ, ઉવ. ૩૨, રહે. ગામ. ભરાણા, પો.ભરાણા, જી. ફિરોજપુર, રાજય. પંજાબ

(૨) સતનામ સિંગ જસવીર સિંગ ફિરોજપુર, રાજય. પંજાબ ઉવ. ૪૩, રહે. ગામ. ભરાણા, પો.ભરાણા, જી.

(૩) મનજીત સિંગ ઇશ્વર સિંગ ઉવ. ૩૨, રહે. ગામ. ગદલી (ડીંગ), તા. સિરસા, જી. સિરસા,

હરિયાણા

કબ્જે કરેલ મુદ્દામાલ

:- (૧) માદક પદાર્થ હેરોઈન, ૧૮ ગ્રામ કિ.રૂ. ૩,૬૦,૦૦૦/-

:- (૨) કોથળી નંગ ૦૧, કિ.રૂ.૦૦/-

(૩) રોકડા રૂ.૫૬૬૦/-

:- (૪) વજનકાંટો નંગ ૦૧, કિ.રૂ.૨૦૦/-

→ (૫) મોબાઇલ નંગ ૦૩, કિ.રૂ. ૧૬,૦00/-

:- (૬) ઇન્જેકશન નંગ ૦૨, કિ.રૂ.૦૦/-

:- (૭) પાકિટ નંગ ૦૧, કિ.રૂ.૦૦/-

→ (૮) હેન્ડ બેગ નંગ ૦૧ કિ.રૂ.૦૦/-

(૯) આધારકાર્ડ નંગ ૦૨, કિ.રૂ.૦૦/-

:- (૧૦) અન્ય દસ્તાવેજો કિ.રૂ.00/-

  • કુલ્લે કિ.રૂ.૩,૮૧,૮૬૦/-
  • કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ

એસ.ઓ.જી. પશ્ચિમ-કચ્છ-ભુજનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.ડી.પરમાર, પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.આર. સકોરિયા તથા એસ.ઓ.જી., ભુજના પોલીસ કર્મચારીઓ એ.એસ.આઇ. ચેતનસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ ઝાલા, રજાકભાઈ સોતા, તથા પો.હેડ.કોન્સ. ગોપાલભાઈ ગઢવી, રઘુવિરસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, વનરાજસિંહ સોઢા તથા પો.કોન્સ. દિનેશભાઈ ચૌધરી, તથા એલ.આર.પી.સી. રવીન્દ્રકુમાર રાઠોડ, ડ્રા.એલ.આર. મીતેશભાઈ રાજગોરનાઓ જોડાયેલ હતા.