પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹3 નો વધારો

copy image

copy image

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. દેશભરમાં, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹3 નો વધારો કરાયો છે. 2022 બાદ પ્રથમ વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાયા છે. આ નવા વધારા બાદ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં નિયમિત પેટ્રોલનો ભાવ ₹97.77 પ્રતિ લિટર પર પહોંચ્યો છે, જ્યારે ડીઝલનો ભાવ હવે ₹90.67 પ્રતિ લિટર છે. મધ્ય પૂર્વમાં ફાટી રહેલા સંઘર્ષ નીકળ્યા પછી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ પહેલી વાર વધારો થયો છે.નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશના નાગરિકોને બળતણ બચાવવાની અપીલ કરી હતી. તેમણે ઘરેથી કામ કરવા અને ખાનગી વાહનોનો ઉપયોગ ઓછો કરવા પર ભાર મૂક્યો હતો. ત્યારથી, એવા સંકેતો મળી રહ્યા હતા કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે સરકારી તેલ કંપનીઓ પર નુકસાનનું દબાણ વધી રહ્યું હતું