પશુપાલકો માટે ખુશીના સમાચાર,સરહદ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં ઐતિહાસિક ભાવ વધારો જાહેર કર્યો.

તારીખ 16.05.2026 થી પશુપાલકો ને ખરીદ ભાવ માં પ્રતિ કિલો ફેટે 830/- રૂપિયા મળશે.
શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા પશુપાલકો માટેના દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કરી અને 830 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય થી પશુપાલકો ને દર મહિને 1 કરોડ રૂ. વધુ મળશે. કચ્છ જીલ્લા ના પશુપાલકો સરહદ ડેરી માં દૂધ ભરાવી ને સારી એવી આવક મેળવી રહ્યા છે. દૂધ ઉત્પાદકો દૂધ ના વ્યવસાય થકી આર્થિક વિકાસ હાંસલ કરી શકે તે માટે સરહદ ડેરી દ્વારા પશુપાલકો ના હિત માં નિર્ણય લેવાયો છે. સરહદ ડેરી દ્વારા ચૂકવવામાં આવનાર દૂધના નવા ભાવ ખરેખર ઐતિહાસિક છે.
દૂધ ના ખરીદ ભાવ માં પ્રતિ કિલો ફેટે રૂ. 10 નો વધારો કરવાનો મહત્વનો નિર્ણય કરાતા પશુપાલકો માં ખુશી જોવા મળી રહી છે. તેમજ તમામ મંડળી સંચાલકોને આગામી તારીખ 16.05.2026 થી દૂધના ભાવો કોમ્પ્યુટરમાં અપડેટ કરવા તેમજ પશુપાલકોએ નવા ભાવોની દૂધના મેસેજમાં ખરાઈ કરવા માટે વલમજી હુંબલે એક યાદીમાં જણાવ્યુ હતું.
ચાલુ વર્ષે ઉનાળા ની કપરી પરિસ્થિતી માં પશુપાલકો ને દૂધ ના વધુ ભાવો મળશે અને આર્થિક રીતે સધ્ધરતા પણ વધશે આ સાથે ઉનાળાની સિઝનમાં પશુપાલકોને પૌષ્ટિક ઘાસચારાની તંગી આપણાં વિસ્તારમાં પડતી હોય છે જે ધ્યાને લઈ અને ભાવ વધારો કરવામાં આવેલ છે તેમજ તમામ સરહદ ડેરી દ્વારા બનાવવામાં આવતું ઉચ્ચ ગુણવત્તા વાળું તેમજ વ્યાજબી ભાવો વાળું સરહદ દાણ પશુને ખવડાવાનો આગ્રહ રાખીએ આ સાથે છેલ્લા એક વર્ષથી સરહદ દાણના ભાવમાં વધારો કરવામાં આવેલ નથી વધુમાં, પશુપાલકોને રાહતરૂપ બનવા માટે ગત માસ દરમિયાન મકાઈ ભરડાના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો તેવું સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યુ.