મુંદરામાં ઝડપાયેલા ડ્રગ્સ મામલે એજન્સીઓની તપાસ તેજ બની

copy image

copy image

મુંદરામાં અમદાવાદથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો કચેરીની અચાનક આવેલી મુંદરા ટીમે અહીંના સીએફએસ વિસ્તારમાંથી ડ્રગ્સના જથ્થાને ઝડપવાની બનેલી ઘટનાથી ફરી એકવાર દેશમાં ડ્રગ્સની હેરાફેરી હજુ અવિરત હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે અને દેશભરની વિવિધ ટોચની સુરક્ષા અને તપાસ એજન્સીઓ આજના અહેવાલ બાદ ચોંકી ઊઠી અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. તપાસ સંબંધિત કેટલાંક સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઈકાલના અંદાજ મુજબ ડ્રગ્સનો 140 કિલો જથ્થો નહીં, પણ લગભગ 207 કિલોનો જથ્થો છે અને આ ડ્રગ્સ એ `કેપ્ટાગોન’ પ્રકારનું હોવાનું  જણાય છે. નવ કિલોનું એક પેકેટ એવાં કુલ 23 પેકેટને ગણતાં લગભગ 207 કિલો પેકેટ નિકડ્યાં હતાં, જેની કુલ કિંમત લગભગ 155 કરોડ જેવી થાય છે. જો કે, સત્તાવાર યાદી બાકી છે અને ગઈકાલનો 140 કિલ્લોનો જ જથ્થો યથાવત્ હોવાનો પણ અન્ય અધિકારીઓ દાવો કરે છે.