આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના નાગરિકોએ હજુ પણ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે

ગુજરાતમાં ઉનાળો તેના અંતિમ તબક્કામાં હોવા છતાં કાળજાળ ગરમીનો પ્રકોપ યથાવત્ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમી અને આગામી ચોમાસાને લઈને મહત્ત્વની આગાહી જાહેર કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના નાગરિકોએ હજુ પણ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે, જોકે ત્યારબાદ તાપમાનમાં આંશિક ઘટાડો થતાં રાહત મળવાના સંકેત છે.મળતી માહિતી અનુસાર હવામાન વિભાગના બતાવ્યા અનુસાર, હાલમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ નોંધાઈ શકે છે. રાજ્યમાં અસહ્ય ગરમી વચ્ચે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. હવામાન વિભાગના મતે, હાલમાં એક સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રાજ્ય તરફ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમની અસરને કારણે આગામી ત્રણ દિવસ પછી એટલે કે 19મે બાદ તાપમાનમાં આંશિક ઘટાડો દેખાશે , જેને પગલે લોકોને અસહ્ય બફારા અને ગરમીથી થોડી શાંતિ મળશે.