ભુજના છાત્રની ધોં.૧૦માં ઝળહળતી સફળતા

ભુજના છાત્રની ધો.૧૦માં ઝળહળતી સફળતાભુજ. ધો.૧૦નાં પરિણામમાં ભુજના અક્ષ ધૈર્ય છાયા, ૯૬.૮ % અને ૯૯.૪૮ પર્સનટાઇલ સાથે A1 ગ્રેડ મેળવી, કચ્છમાં સાતમા નંબરે ઉત્તીર્ણ થતાં, ઝળહળતી સફળતા મેળવીને પોતાની ઉચ્ચ પ્રતિભાનો પરિચય આપ્યો છે. વિશેષમાં, કચ્છ અને જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે. આ જ્વલંત સફળતા માટે ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. અક્ષ માટે ધો. ૧૦ની પરીક્ષા આપવાનો આ બીજો અનુભવ હતો. ૨૦૨૫માં ધો.૯માં તેમણે એક દિવ્યચક્ષુ પરીક્ષાર્થીનાં ‘અક્ષ’ બની, રાઇટર તરીકે ધો.૧૦ની પરીક્ષા આપી હતી. આ ઉમદા કાર્ય બદલ કુદરતે એને સાથ આપ્યો. તેઓ જાણીતા એન્કર, સંપાદક ધૈર્ય છાયાના પુત્ર ને લેખક સંશોધક જગદીશચંદ્ર છાયા ‘શ્રેયસ’ના પૌત્ર થાય છે.