હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં 78 જહાજોને પરત મોકલ્યા, 4ને ‘ડિસેબલ’ કર્યા

United States Central Command એ ઈરાન વિરુદ્ધ ચાલી રહેલી સમુદ્રી કાર્યવાહી અંગે મોટો દાવો કર્યો છે. અમેરિકાના બતાવ્યા મુજબ હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં અત્યાર સુધી 78 કોમર્શિયલ જહાજોને પરત મોકલાયા છે, જ્યારે 4 જહાજોને એવી રીતે “ડિસેબલ” કરવામાં આવ્યા કે તેઓ આગળ ઓપરેશન માટે ઉપયોગી ન રહ્યા.મળતી માહિતી અનુસાર અમેરિકાએ ઈરાન સામે હોર્મુઝ સ્ટ્રેટમાં કડક મેરિટાઇમ બ્લોકેડ લાગુ કર્યો છે. આ સમુદ્રી માર્ગ વિશ્વ માટે અત્યંત મહત્વપૂર્ણ મનાય છે, કારણ કે વિશ્વના મોટા ભાગના તેલ અને ગેસનો સપ્લાય આ માર્ગ દ્વારા થાય છે. CENTCOMએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે 16 મે સુધીમાં 78 વેપારી જહાજોને રીડાયરેક્ટ કરાયા  છે અને 4 જહાજોને ડિસેબલ કરવામાં આવ્યા છે, જેથી અમેરિકી રાષ્ટ્રપતિની નાકાબંધી નીતિ અમલમાં રહી શકે. Donald Trumpએ પણ ઈરાનને લઈને કડક વલણ દર્શાવ્યા છે. ફ્રેન્ચ મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે જો ઈરાન કોઈ સમજૂતી  નહીં કરે તો તેને “ખરાબ સમય” નો સામનો કરવો પડશે. ટ્રમ્પે કહ્યું કે હાલમાં એ સ્પષ્ટ નથી કે નજીકના ભવિષ્યમાં કોઈ કરાર થશે કે નહીં, પરંતુ અમેરિકા દબાણ જાળવી રાખશે.ત્યારબાદ હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં સૈન્ય ગતિવિધિઓ અને સુરક્ષા ચિંતાઓમાં વધારો થયો હતો.