ભીમસર ભુખી ડેમ બાજુ ટ્રેઈલર સાથે અકસ્માતમાં ભુજના યુવાનનું મોત

copy image

copy image

દેવીસરથી ભુજ બાઈકથી આવવા નીકળેલા ભુજના 43 વર્ષીય યુવાનનું ભીમસર ભુખી ડેમ બાજુ ટ્રેઈલર સાથે અકસ્માત થતાં મોત નીપજ્યું હતું શ્યોર સિક્યુરિટી એજન્સીમાં કામ કરતો અને ભુજના પ્રમુખસ્વામી નગરમાં રહેતો યુવાન ગત તા. 16/5ના સાંજે નખત્રાણાના દેવીસરથી બાઈક લઈને ભુજ આવી રહ્યો હતો અને સાંજે 5.30 વાગ્યાના અરસામાં ભીમસર ભુખી ડેમ બાજુ માર્ગ પર ટ્રેઈલર સાથે અકસ્માત થતાં તેનું મોત નીપજ્યું હતું. સાથી કર્મચારી મિત્ર યુવાનને ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં દર્જ કરાવાઈ હતી