ભુજની યુવતીના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી અનેક વખત દુષ્કર્મ કર્યાની ફરિયાદ

copy image

copy image

ભુજની યુવતીના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી અનેક વખત દુષ્કર્મ કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે મળતી માહિતી મુજબ માધાપર પોલીસ મથકે ભુજની ભોગ બનનાર 29 વર્ષીય યુવતી તરફથી નોંધાયેલી ફરિયાદ અનુસાર આરોપીએ કેફી પીણું પીવડાવવાના બહાને લઇ જઇ ફોટા પાડી તે ફોટા વાયરલ કરવાની ધમકી આપી ગત તા. 11/11/24થી 21/3/26 દરમ્યાન અનેક વખત શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી નોંધી આગળની કાર્યવાહી આદરી છે.