અબડાસાના સાગરકાંઠેથી નવાં પેકિંગનું માદક પદાર્થનું પેકેટ મળ્યું
અબડાસાના સાગરકાંઠે આવેલા લુણા ટાપુ પરથી સીમા સુરક્ષા દળની પેટ્રાલિંગ ટિમને રવિવારે બિનવારસુ હાલતમાં એક શંકાસ્પદ માદક પદાર્થનું પેકેટ મળી આવ્યું હતું.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ પેકેટનું પાકિંગ અગાઉ મળી આવેલા પેકેટ્સ કરતાં અલગ હોવાથી તેમાં કયા પ્રકારનો માદક પદાર્થ છે તે અંગે રહસ્ય ઘેરાયું છે. હાલ આ પેકેટ જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં જમા કરાવાયું છે અને ફોરેન્સિક તપાસ બાદ જ તેની અંદરના પદાર્થનો પ્રકાર જાણી શકાશે.