અંજારના યુવાનનું અપહરણ કરી-માર મારી વીડિયો ઉતાર્યો

copy image

copy image

અંજાર તાલુકાના ટપ્પરમાં રહેનાર એક યુવાનનું અપહરણ કરી ચીરઈ બાજુ લઈ જઈ માર મારી, વીડિયો બનાવી, જાનથી મારી નાખવાની ધમકી આપનારા છ શખ્સ સામે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ ટપ્પરમાં મોમાઈનગરમાં રહેનાર ફરિયાદી યુવાન તા. 7/5ના ગામમાં લગ્ન પ્રસંગે દાંડિયારાસના કાર્યક્રમમાં ગયો હતો. રાત્રે તે ઠંડું પાણી પીવા ગયો હતો ત્યારે બે શખ્સ બાઈક લઈને તેની પાસે આવ્યા હતા અને દાંડિયારાસના કાર્યક્રમમાં આવવું છે, ગોપાલનગર જઈએ તેમ કહી ફરિયાદી યુવાનને પોતાની સાથે લઈ ગયા હતા. જ્યાં ઈકો ગાડીમાં બીજા શખ્સો આવ્યા હતા અને બળજબરીપૂર્વક યુવાનનું અપહરણ કરી જૂની મોટી ચીરઈમાં અવાવરુ જગ્યાએ લઈ જઈ તેને ધોકા વડે માર માર્યો હતો અને વીડિયો ઉતાર્યો હતો. તું ક્યાં ગયો હતો તેમ કહી માર મારી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી અને વહેલી પરોઢે તેને પરત મૂકી ગયા હતા. બાદમાં પણ ફોન કરી ધાકધમકી આપી હતી. પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.