ભચાઉના આંબલિયારા નજીક મીઠાની કંપનીમાં વીજ વાયર થકી વીજશોક લાગતાં 26 વર્ષીય યુવાને પોતાનો જીવ ગુમાવ્યો

copy image

copy image

ભચાઉના આંબલિયારા નજીક મીઠાની કંપનીમાં વીજ વાયર થકી વીજશોક લાગતાં 26 વર્ષીય યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો. સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર આંબલિયારા નજીક રાજેશ સોલ્ટ કંપનીમાં બપોરના અરસામાં આ અપમૃત્યુનો બનાવ બન્યો હતો. મૂળ બાદરગઢ તા. રાપરનો યુવાન મીઠાની આ કંપની પાસે હતો, ત્યાં વીજ વાયર છૂટા પડયા હતા, આ વાયર થકી તેને શોક લાગતાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ભચાઉની હોસ્પિટલમાં લઇ જવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવની  આગળની તપાસ પોલીસે હાથ આદરી છે.