ભુજમાં દહેજ ઓછું લાવ્યાના પતિનાં મ્હેણા-ટોણાથી કંટાળી ગઢશીશામાં યુવા પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત
copy image

ભુજમાં દહેજ ઓછું લાવ્યાના પતિનાં મ્હેણા-ટોણાથી કંટાળી ગઢશીશામાં યુવા પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. મળતી માહિતી મુજબ ગત તા. 22/5ના ગઢશીશાની જીએમડીસી કોલોનીમાં હજુ છ માસ પૂર્વે જ પરણેલી યુવા પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી દીકરીને સતત મ્હેણા-ટોણા મારતો હતો કે, તારા પિતાએ લગ્નમાં 10 લાખ રૂપિયા તેમજ ઘરવખરીના સામાન સિવાય બીજું કંઇ આપ્યું નથી. તું દહેજ ઓછું લાવી છો. આથી શારીરિક-માનસિક ત્રાસથી કંટાળી દીકરીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસે દહેજ પ્રતિબંધ અને મરવા મજબૂર કર્યા અંગેની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.