સુમરાસર-શેખ પાસે બાઇકને એસ.ટી. બસે અડફેટે લેતાં 68 વર્ષીય વૃદ્ધનું ગંભીર ઇજાના પગલે કરુણ મોત

copy image

copy image

ગાંધીધામમાં સુમરાસર-શેખ પાસે બાઇકને એસ.ટી. બસે અડફેટે લેતાં ગામના 68 વર્ષીય વૃદ્ધનું ગંભીર ઇજાના પગલે કરુણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ સાંજે લોરિયાથી સુમરાસર-શેખ તરફ જતા માર્ગે અમીબાગના પાટિયાં પાસે થયેલા અકસ્માત અંગે મૃતકણના પુત્રએ માધાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ એસ.ટી. બસના ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી બસ ચલાવીને તેના પિતા ધનાભાઇની બાઇકને અડફેટે લેતાં છાતી અને માથાંમાં ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.