ઉત્તરપ્રદેશમાં બનતો પુલ ધસી પડતાં છ મજૂરનાં મોત

image-339

copy image

copy image

ઉત્તરપ્રદેશના હજારપુરમાં બેતવા નદી પર નિર્માણાધીન પુલ મોડી રાત્રે બે વાગ્યે ધસી પડતાં સર્જાયેલી લોહિયાળ દુર્ઘટનામાં છ મજૂરનાં કરુણ મોત  થયાં હતાં. મળતી માહિતી મુજબ એસડીઆરએફના જવાનોએ કાટમાળમાં ફસાયેલા ત્રણ શ્રમિકને બહાર કાઢ્યા હતા. સાત કલાક સુધી બચાવ અભિયાન ચાલ્યું હતું. તોફાની પવન-વરસાદનાં કારણે પુલનો સ્લેબ ધસતાં નીચે સૂતેલા મજૂરો દબાઈ ગયા હતા. દુર્ઘટના બાદ સહાયક ફરજમોકૂફ કરી દેવાયા હતા. ઉત્તરપ્રદેશ રાજ્ય સેતુ નિગમ પુલનું નિર્માણ કરાવી રહ્યું હતું, જેનો ખર્ચ 90 કરોડ રૂપિયા થવાનો છે. સપ્ટેમ્બર 2026 સુધીમાં પુલનું નિર્માણકાર્ય પૂરું થવાનું છે.