ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે: અકળાવનારી ગરમીથી આંશિક રાહત, વરસાદની આગાહી
copy image

કચ્છ સહિત ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળશે. આગામી 7 દિવસમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5°C નો ઘટાડો થશે. પરંતુ ધૂળની ડમરીઓ અને ભારે પવનનો સામનો કરવો પડશે.
કચ્છમાં આકાશમાંથી અગન વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે. આગામી 3 દિવસ ઘણા ભાગોમાં પારો 40°C થી ઉપર રહેશે. અમદાવાદમાં આંશિક વાદળછાયા વાતાવરણ સાથે 44°C રહી શકે છે.
વરસાદની આગાહી:
દિવસ-1, 30 મે સુધી: સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહેશે.
દિવસ-2 થી 7: વિવિધ ભાગોમાં વીજળીના કડાકા ભડાકા અને 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે.