ચેક પરત કેસમાં ભુજના આરોપીને એક વર્ષની જેલ

image

ચેક પરત ફરવાના કેસમાં ભુજના આરોપી લાલજી બચુ બારોટ ને કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની કેસનો સજા ફટકારતો ચુકાદો આપ્યો છે. ફરિયાદી ભુજના સોલંકી હેમલ નીતિનભાઇ પાસેથી આરોપીએ ધંધાકીય આર્થિક જરૂરિયાત હોતાં રૂા. 1.30 લાખ લીધા હતા. તે લેણા પેટે આપેલો ચેક પરત ફરતાં ફરિયાદ દાખલ કરાવાઇ હતી. આ કેસમાં બીજા અધિક ચીફ જ્યુ. મેજિ.એ આરોપીને ગુનેગાર ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા વળતર પેટે 1,57,300 ચૂકવવા અને વળતર ન ચૂકવે તો વધુ છ માસની સાદી કેદનો હુકમ ફરમાવ્યો છે.