આદિપુરમાં સરેઆમ ધાણીપાસા વડે હારજીતનો જુગાર રમતો શખ્સ ઝડપાયો
copy image

આદિપુરમાં સરેઆમ ધાણીપાસા વડે હારજીતનો જુગાર રમતા શખ્સને ઝડપી પાડ્યો હતો. આ બનાવ અંગે સૂત્રોમાથી મળતી માહિતી અનુસાર શહેરના હનુમાન મંદિર ત્રણ રસ્તા નજીક જી.આઈ.ડી.સી. વિસ્તારમાં એક ઈસમ ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રમાડતો હતો. પોલીસને બાતમી હકીકત મળતા રેડ પાડી આરોપી ઇસમની રોકડા રૂા. 410ના મુદ્દામાલ સહિત અટકાયત કરી હતી. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.