જામનગરમાં ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ટિફનીનું ભવ્ય સ્વાગત, ‘વનતારા’ની લેશે મુલાકાત

copy image

copy image

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ટિફની ટ્રમ્પ અને તેમના પતિ માઈકલ બોલોસ એક વિશેષ વિમાન મારફતે જામનગર એરપોર્ટ પર ઉતર્યા હતા. તેમના આગમનને પગલે જામનગર એરપોર્ટથી લઈને મોટીખાવડી વિસ્તારમાં આવેલા રિલાયન્સ સંકુલ સુધી લોખંડી પોલીસ બંદોબસ્ત અને ઉચ્ચ સ્તરનું સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, તેઓ વન્યજીવ અને પ્રાણી સંરક્ષણ કેન્દ્ર વનતારાની મુલાકાત લેવાના છે. મળતી માહિતી અનુસાર,ટિફની ટ્રમ્પ અને તેમના પતિ માઈકલ બોલોસ જામનગર નજીક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સ્થાપિત કરવામાં આવેલા વન્યજીવ અને પ્રાણી સંરક્ષણ કેન્દ્ર વનતારાની મુલાકાત લેવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ વનતારામાં દેશ-વિદેશના વિવિધ પ્રજાતિના પ્રાણીઓ અને પક્ષીઓને નિહાળશે. આ ઉપરાંત વનતારામાં વન્યજીવોના સંવર્ધન, પુનર્વસન અને મેડિકલ કેર ક્ષેત્રે ચાલી રહેલી અત્યાધુનિક અને વૈશ્વિક સ્તરની કામગીરી અંગે તેઓ તજજ્ઞો પાસેથી વિગતવાર માહિતી મેળવશે.