ઔદ્યોગિક તાલીમ સંસ્થા,ગાંધીધામ દ્વારા તા. 08 થી20 દરમિયાન”સમર સ્કીલ કેમ્પ-2026″ નું આયોજન

ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ), ગાંધીધામ દ્વારા તા. 08/06/2026 થી તા. 20/06/2026 દરમિયાન
“સમર સ્કીલ કેમ્પ-2026” નું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં વિદ્યાર્થીઓને Automobile, Computer,
Civil, Mechanical, Solar, Electrical તથા Green Hydrogen જેવા આધુનિક ક્ષેત્રોની પ્રાથમિક જાણકારી અને
પ્રાયોગિક સ્કીલ તાલીમ આપવામાં આવશે. કેમ્પ દરમિયાન નિષ્ણાત માર્ગદર્શન, હેન્ડ્સ-ઓન પ્રવૃત્તિઓ અને ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવશે. તાલીમ પૂર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. વિદ્યાર્થીઓને નવી ટેક્નોલોજી સાથે પરિચિત કરી રોજગારલક્ષી સ્કીલ વિકસાવવાના હેતુથી આયોજિત આ કેમ્પમાં વધુમાં વધુ સંખ્યામાં
જોડાવા અનુરોધ કરવામાં આવે છે. સ્થળ: આઈટીઆઈ ગાંધીધામ, સેક્ટર-8, ગાંધીધામ, કચ્છ.