કચ્છના મહત્વના સ્થાનો પર સીસીટીવી કેમેરા લગાડવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટનું

જિલ્લામાં જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા બાબતેના નિયમન કરવા અંગે કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી
અનિલ રાણાવસીયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામુ બહાર પાડવામાં
આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર કચ્છ જિલ્લાના હદ વિસ્તારમાં આવેલ તમામ રાષ્ટ્રીય, ખાનગી તેમજ સહકારી બેંકો
તથા તેમના હસ્તકના એ.ટી.એમ સેન્ટરો, ગેર બેકીંગ સેન્ટરો, આંગડીયા પેઢી, મની એક્સચેન્જ), પેટ્રોલપંપો. ગેસ ફિલિંગ
સેન્ટર, વાઈટલ ઈન્સ્ટોલેશન, જવેલર્સની દુકાનો, હેવી વોટર પ્લાન્ટ, તમામ પ્રાઇવેટ કંપનીઓ, શોપીંગ સેન્ટરો, તમામ
પ્રકારના મેડીકલ/ફાર્મસી સ્ટોરો, મલ્ટીપ્લેક્ષ થીયેટરો, કોમર્શીયલ સેન્ટરો, હોટલો, ગેસ્ટ હાઉસ, લોજીંગ-
બોડીંગ, ધર્મશાળાઓ, અતિથિગૃહો, વિશ્વામગૃહો, રેસ્ટોરેન્ટ, ફાસ્ટફૂડ પાર્લર, બહુમાળી બિલ્ડીંગો, મોટા ધાર્મિક સ્થળો તેમજ
જુદા જુદા પાર્ટી પ્લોટો તથા અતિથિગૃહો કે જ્યાં લગ્ન તેમજ અન્ય સામાજિક પ્રસંગોના આયોજન કરવામાં આવે છે તેના
માલિકો/ઉપભોક્તાઓ/વહીવટકર્તાઓએ તેમના ઉપર્યુક્ત ધંધાના સ્થળોએ પ્રવેશા દ્વાર ઉપર પુરતા પ્રમાણમાં તાલીમબદ્ધ
સિક્યોરીટી ગાર્ડને ફરજ પર નિયુક્ત કરવાના રહેશે અને ઉપરોક્ત તમામ જણાવેલ તમામ સ્થળો ઉપર સી.સી.ટી.વી.
(નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન સાથેના) કેમેરાની સૂચનાઓને અનુલક્ષીને વ્યવસ્થા કરવાની રહેશે.
પ્રવેશદ્વાર પર વ્યક્તિઓ તથા વાહનોના નંબર પ્લેટનું સ્પષ્ટ ફૂટેજ મળે તે રીતે સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવાના
રહેશે. પેટ્રોલ/ડિઝલ/ગેસ ફિલિંગ સ્ટેશનમાં બહારના ભાગે PTZ કેમેરા તથા પાર્કિંગ ક્ષેત્રનું સંપૂર્ણ કવરેજ સુનિશ્ચિત
કરવાનું રહેશે. દરેક બેંકમાં કેબીન, સેફ/લોકર વિભાગ તથા એ.ટી.એમ. બહાર ફરજિયાત કેમેરા રાખવાના રહેશે. કેમેરા
હાઇ-ડેફિનેશન અને નાઇટ વિઝન ક્ષમતા ધરાવતા હોવા જોઈએ. તમામ ફુટેજનો 30 દિવસ સુધી સંગ્રહ કરવો ફરજિયાત
રહેશે. અધિકૃત અધિકારીશ્રી માગે ત્યારે ફુટેજ તરત જ દર્શાવી શકાય તેવી સુવિધા રાખવાની રહેશે. પોલીસ અધિક્ષકશ્રીની
મંજૂરી વિના કોઈપણ એજન્સીને ફૂટેજ આપવાનો રહેશે નહીં.
આ જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામાં
હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાના અને તપાસનાં અંતે ફરિયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લાનાં
પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે. આ જાહેરનામું તા.૨૮/૦૭/૨૦૨૬ સુધી
અમલમાં રહેશે.