આઈટીઆઈ ભચાઉ ખાતે “સમર સ્કીલ કેમ્પ-૨૦૨૬” નું આયોજન

ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ), ભચાઉ દ્વારા આગામી તા. ૧૫/૦૬/૨૦૨૬ થી તા. ૨૦/૦૬/૨૦૨૬ દરમિયાન આઈટીઆઈ વોંધ, ભચાઉ ખાતે “સમર સ્કીલ કેમ્પ-૨૦૨૬” નું આયોજન કરવામાં આવ્યું છે. આ ૬ દિવસીય કેમ્પમાં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને ગાર્મેન્ટ જેવા આધુનિક ક્ષેત્રોની પ્રાથમિક જાણકારી સાથે પ્રાયોગિક સ્કીલની તાલીમ આપવામાં આવશે.

           આ સમર કેમ્પ દરમિયાન નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન, પ્રાયોગિક પ્રવૃત્તિઓ અને ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.

         વિદ્યાર્થીઓને નવી ટેક્નોલોજી સાથે પરિચિત કરવા અને તેમનામાં રોજગારલક્ષી કૌશલ્યો વિકસાવવાના મુખ્ય હેતુથી આ કેમ્પ યોજાવા જઈ રહ્યો છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ભચાઉના આચાર્યશ્રી દ્વારા રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓને આ સમર સ્કીલ કેમ્પમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાઈને આ તકનો લાભ લેવા માટે જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.