ભચાઉ સીમ વિસ્તારમાં બંદૂક સાથે ફરતા ઇસમને પોલીસે ઝડપ્યો

copy image

copy image

ભચાઉ નજીક સીમ વિસ્તારમાં બંદૂક સાથે ફરતા એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર પોલીસને બાતમી હકીકત મળી કે ભચાઉ હિંમતપુરાનો એક શખ્સ ખુલ્લેઆમ બંદૂક લઈને ફરી રહ્યો છે. જેથી તરત જ પોલીસે તપાસ કરતાં કાચા રસ્તેથી આવી રહેલા તે ઇસમને 53 ઇંચની દેશી બંદૂક રૂા. 5000વાળી સાથે પકડી પાડ્યો હતો. આ મામલે પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપીને પકડી વધુ તપાસ હાથ ધરી છે.