ફિલિપાઈન્સમાં સોમવારથી સવારે 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
copy image

ફિલિપાઈન્સમાં સોમવારથી સવારે 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતાં ધ્રૂજેલી ધરાએ પારાવાર તબાહી મચાવી હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ આફતમાં 32 લોકોનાં મોત નિપજ્યાં હતાં, જ્યારે અન્ય 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. અનેક ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી. બે કલાકમાં ભૂકંપના 138 આંચકા આવ્યા હતા. ભૂકંપ બાદ સુનામી પણ આવી હતી. લગભગ સાડા ચાર ફૂટ જેટલાં ઊંચાં મોજાં દરિયામાં ઉછળ્યાં હતાં. સાત લાખથી વધુ વસ્તીવાળા બંદરીય શહેર જનરલ સેંટોસમાં સૌથી વધુ નુકસાન થયું હતું. અનેક ઈમારતોમાં તિરાડો પડી ગઈ હતી, તો ઘણી ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. સોમવારે ગરમીની રજાઓ બાદ દેશભરમાં સરકારી શાળાઓ ખૂલતાં 100થી વધુ છાત્રોને ઈજાઓ થઈ હતી.