ઐતિહાસિક અને અભૂતપૂર્વ ભવ્ય શૈક્ષણિક સન્માન સમારોહ તથા સામાજિક મિલન કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન
સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધે, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે, નવી પેઢીમાં સ્પર્ધાત્મક ભાવના વિકસે તેમજ સમાજમાં એકતા, ભાઈચારો અને સંગઠનની ભાવના વધુ મજબૂત બને તેવા શુભ આશય સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શિક્ષણ, સામાજિક વિકાસ, યુવા શક્તિ અને ભાવિ પેઢીના ઘડતર જેવા મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી પરમાર સાહેબે પોતાના માર્ગદર્શનમાં જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસ અને પ્રગતિનો પાયો છે. તેમણે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, કારકિર્દી નિર્માણ અને સમયના સદુપયોગ અંગે મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું હતું. તેમણે યુવાનોને મહેનત, શિસ્ત અને દૃઢ સંકલ્પ દ્વારા જીવનમાં સફળતા હાંસલ કરવા પ્રેરિત કર્યા હતા.
વિશેષ અતિથિ તરીકે પધારેલા મૌલાના અલીફ નકશબંધી, મુફ્તી મૌલાના ઈલિયાસ ફલાહી તથા મૌલાના મુહમ્મદ જામઈએ પોતાના સંબોધનમાં દીની અને દુનિયાવી શિક્ષણના સમન્વયનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે યુવાનોને આધુનિક શિક્ષણની સાથે ઇસ્લામી મૂલ્યો, ઉત્તમ આચરણ અને નૈતિક જીવનશૈલી અપનાવી સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સકારાત્મક યોગદાન આપવા અપીલ કરી હતી.
કાર્યક્રમમાં ભુજ, માંડવી, મુન્દ્રા, ગાંધીધામ, અંજાર, રાપર, નખત્રાણા, અબડાસા તથા લખપત તાલુકા સહિત કચ્છના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં સમાજજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને ઐતિહાસિક બનાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સમાજના શૈક્ષણિક વિકાસ, યુવાનોના ભવિષ્ય, સંગઠનની મજબૂતી અને સમાજના ભાવિ આયોજન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સમાજના પ્રમુખ એડવોકેટ અબ્દુલ શાહિદ એ. સમેજાના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ દાતાશ્રીઓ, મહેમાનો, સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, માતાઓ-બહેનો, વિદ્યાર્થીઓ તથા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામ વ્યક્તિઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમની સફળતા પાછળ અનેક કાર્યકરોની નિષ્ઠાપૂર્વક જહેમત ઉઠાવી હતી
તેમજ હનીફ રોક સમેજા, જુમ્મા થેબા, સલીમ સમેજા (અંજાર), લાલા સમેજા (અંજાર), ઇસ્માઇલભાઈ સમેજા (ગઢસીસા), રફીક થેબા (ભારાપર), અનવર સમેજા (ભુજ), ઈકબાલ સમેજા (ઢોરી), અનસ સમેજા (ભુજ), દાઉદ સમેજા (ટીવી એન્કર), ઝહીર સમેજા (પત્રકાર), સિકંદર સમેજા (ભુજ), ઈબ્રાહીમ સમેજા (ઢોરી), શરીફ સમેજા (માનકુવા), અબ્દુલ કરીમ સમેજા (માનકુવા), રમજુ સમેજા (માનકુવા), અશરફ સમેજા (માનકુવા), ઇસ્માઇલભાઈ સમેજા (ઢોરી), ઇભલા સમેજા (ઢોરી), થેબા રસીદ (માનકુવા), મોહીન થેબા, હુસેન સમેજા (સાડાઉ), ઈકબાલ સમેજા (કલ્યાણપર), ઈકબાલ સમેજા (મોથાડા), મઝીદ સમેજા (નુધાતડ), અબ્દુલ સમેજા (મોથાડા), લતીફ સમેજા (સુખપર રોહા), હાજી ભચુ સમેજા (લક્ષ્મીપર), નુરમામદ સમેજા (લક્ષ્મીપર), ગનીભાઈ સમેજા (ભુજ), ઈકબાલ સમેજા (ભુજ), ઇદ્રીસ થેબા (ભુજ), રઝાક સમેજા, રફીક સમેજા (બરંડા), અબ્દુલા સમેજા (નરા), રજાક સમેજા (ગઢસીસા), ઇશાક સમેજા (મુન્દ્રા), ફારૂક સમેજા (મુન્દ્રા), ફારૂક સમેજા (સુખપર), સોહીલ થેબા, શકીલ થેબા (તલવાણા), આશીફ સમેજા (ભુજ), અબ્દુલ કરીમ થેબા, સલીમ થેબા, મઝીદ સમેજા, જુસબ સમેજા (ભુજ), ઇનયાત સમેજા, રફીક સાહેબ (ભુજ), થેબા ઈબ્રાહીમ જાકુબ, થેબા હારુન અયુબ, થેબા અબ્દુલ ઇસ્માઇલભાઈ, થેબા સુલેમાન ઇસ્માઇલભાઈ (ભારાપર), જુમા સમેજા (સૈયદપર), ઇમરાન સમેજા (ભુજપુર), ઉંમર સમેજા, ગફુર સમેજા (કિડાણા), અજહરુદ્દીન સમેજા (કિડાણા), નુરમામદ સમેજા (સામખીયારી), ઇમરાન થેબા (તલવાણા), જાવેદ સમેજા (વિથોણ), જુસબ સમેજા (સુમરાસર), અબ્દુલ સમેજા (જડોદર કોટડા), ઇશાક સમેજા, યાકુબ સમેજા (નિરોણા), અલીમામદ સમેજા (ડોણ), અબ્દુરહેમાન સમેજા (વિરાણી), સલીમ સમેજા (ભુજ), સમેજા અબ્દુલ રહેમાન (એકતા નગર), સમેજા ઈબ્રાહીમ હુસેન (ગાંધીધામ), મઝના સમેજા (દુમાડો) અને દાઉદ થેબા (દાડોર) સહિત સમાજના અનેક વડીલો, યુવાનો, માતાઓ-બહેનો અને સ્વયંસેવકોએ નિષ્ઠાપૂર્વક જહેમત ઉઠાવી કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી હતી.
સંપૂર્ણ કાર્યક્રમનો સાર અને આભારવિધિ હાજી સલામ સમેજા દ્વારા રજૂ કરવામાં આવી હતી.
અંતમાં સમાજના ઉજ્જવળ ભવિષ્ય, શૈક્ષણિક પ્રગતિ, સંગઠનની મજબૂતી તથા સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત બને તેવી દુઆ કરવામાં આવી હતી.