તૃણમૂલ નેતા જહાંગીર ખાનની નેપાળ સરહદેથી ધરપકડ

પશ્ચિમ બંગાળ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે સોમવારે નેપાળ સીમા પાસેથી તૃણમૂલ કોંગ્રેસ નેતા જહાંગીર ખાનની ધરપકડ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ ફાલતા પોલીસ સ્ટેશનમાં ખાન સામે સાત એફઆઇઆર થયેલી છે. ગેરકાયદે વસૂલાત કરવાના આરેપમાં પકડાયેલો જહાંગીર નેપાળ ભાગવાની ફિરાકમાં હતો. કેટલાક અહેવાલો મુજબ, જહાંગીરના સમર્થકોએ મહિલાઓને સામૂહિક દુષ્કર્મની ધમકી આપી હતી. બીજીવાર ચૂંટણીના 48 કલાક પહેલાં જ મેદાન છોડી દેતાં ખાને જણાવ્યું હતું કે, હું ચૂંટણીમાંથી મારું નામ પાછું ખેંચું છું.