વક્ફ બોર્ડ ( ઉમ્મીદ પોર્ટલ ) માં સારી કામગીરી કરવા બદલ સન્માન કરાયું.

કચ્છ ખાતે વક્ફ બોર્ડ (ઉમ્મીદ પોર્ટલ) ની કામગીરીને સચોટ અને ગતિશીલ બનાવવામાં રાત દિવસ મહેનત કરીને  સેવા આપનાર તથા કચ્છ જિલ્લાના વક્ફ મામલાઓમાં માર્ગદર્શનરૂપ બનેલા જનાબ હાજી અલી નવાઝીભાઈ ના યોગદાનને બિરદાવવા માટે જીજા માં દરગાહ મધ્યે જત અને કુંભાર સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમભાઈ તથા અગ્રણી જનાબ હાજી અલીમામદભાઈ જત ભાઈના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સમુદાયના આગેવાનો તથા હાજર રહેલા આગેવાનો એ નવાઝીભાઈ ની વક્ફ અંગેની સતત સમાજલક્ષી કામગીરી, સંઘર્ષ, માર્ગદર્શન તેમજ સેવા ભાવનાને સરાહ્યું હતું અને ભવિષ્યમાં પણ આવી જ સકારાત્મક કામગીરીની અપેક્ષા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન કચ્છી આર્ટ ટ્રસ્ટએ કર્યું હતું