ભુજના ટાઉનહોલ પાસે સર્જાયો અકસ્માત: કાર અને એસટી વોલ્વો બસ ધડાકાભેર અથડાયા, લોકોના ટોળા ઉમટ્યા

ભુજ શહેરના હાર્દ સમા ટાઉનહોલ સર્કલ પાસે આજે સાંજે એક કાર અને એસટીની વોલ્વો બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર બંને વાહનો અથડાતા રોડ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી.

અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને થોડી જ વારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. અકસ્માતને પગલે ટાઉનહોલ રોડ પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રાફિક હળવો કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પ્રાથમિક માહિતી મુજબ સદનસીબે કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી. પોલીસે બંને વાહનોને સાઈડમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.