ભુજોડી ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત: સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બોલેરો પલટી, ક્રેન વડે સીધી કરાઈ

ભુજ-માંડવી હાઇવે પર આવેલા ભુજોડી ઓવરબ્રિજ પર આજે સવારે એક બોલેરો જીપ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વાહન પલટી મારી ગયું હતું. ઓવરબ્રિજ પર જ બોલેરો પલટી ખાઈ જતા થોડા સમય માટે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે તુરંત ટ્રાફિક વ્યવસ્થા સંભાળી લીધી અને ક્રેનની મદદથી પલટી ખાઈ ગયેલ બોલેરોને સીધી કરી સાઇડમાં ખસેડી હતી.સદનસીબે આ ગમખ્વાર અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વાહન ચાલકોને ઓવરબ્રિજ પર સાવચેતીથી વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.