ચોરીનો ભેદ ઉકેલી ખેત-પેદાશ અને ખેત-ઉપયોગી ચીજ-વસ્તુઓની ચોરી કરતી ટોળકી ઝડપાઇ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લીલાભાઇ દેસાઇ, મુળરાજભાઈ ગઢવી તથા રાજેશભાઇ ગઢવીનાઓ માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા-ફરતા ગોધરા ગામના બસ સ્ટેશન પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “ગોધરા ગામમાં રહેતા વિનોદ લક્ષમણ જાલાવાડા (પટ્ટણી) તેમના મળતીયા સાથે ઈલેકટ્રીક ઝાટકા મશીન તેમજ કેરીના કેરેટ લઈ ગોધરા ગામની નદી કિનારે સગેવગે કરવાની ફિરાકમાં ઉભા છે.” તેવી સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ જેથી મળેલ હકીકત અંગે તુરતજ વર્કઆઉટ કરી તપાસ કરતા બાતમી મુજબ નદીના કિનારે જઈ જોતા ચાર ઈસમો નદીના કિનારે બાવળોની ઝાડીમાં શકમંદ હાલતમાં જણાઈ આવેલ અને મજકુર ઈસમોના કબજામાં રહેલ બે ઝાટકા મશીન તથા બે બેટરી તથા બે સોલારની પ્લેટો તથા ગુલાબી કલરના કેરેટ નંગ-૧૯ તથા બ્લુ કલરના કેરેટ નંગ-૧૦ વાળા હોય જે બાબતે મજકુર ઈસમોએ જણાવેલ કે આજથી એકાદ માસ અગાઉ મોટા લાયજા ગામના થોરા તળાવની બાજુમાં આવેલ વાડી માંથી બધા સાથે મળીને એક ઝાટકા મશીન તથા એક બેટરી તથા એક સોલારની ચોરી કરેલ હતી તેમજ મોટા લાયજા ગામની વાડી વિસ્તારમાં આવેલ ભરત પટ્ટણીની વાડીમાં આવેલ એક ઝટકા મશીન તથા સોલાર પ્લેટ તથા એક બેટરી અમો સાથે ચોરી કરેલ હતી બાદ મજકુર ઈસમોના કબજામાં રહેલ કેરેટો બાબતે પુછતા જણાવે છે કે સદર કેરેટો અમો ચાર તથા તોસીફ મેમણ રહે. ગોધરા તા.માંડવી કચ્છ વાળા સાથે મળી અમરત બાવાજીની ગોધરા સીમમાં આવેલ વાડી માંથી મજકુર પાંચેય ઈસમો કેસર કેરીની ચોરી કરેલ હતી અને ચોરી કરેલ કેસર કેરીના કેરેટ ભરી તોસીફની બોલેરો ગાડીથી ચોરી કરેલ જે કેસર કેરીની ચોરી બાબતે માંડવી પો.સ્ટે. તપાસ કરતા માંડવી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.-૦૨૨૭/૨૦૨૬ ભારતીય ન્યાય સહિંતા અધિનિયમ-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબનો ગુનો દાખલ છે.
- પકડાયેલ આરોપી
- વિનોદ લક્ષમણ જાલાવાડા (પટ્ટણી) ઉ.વ.-૨૫ ધંધો-ખેતી રહે.ગોધરા વાડી વિસ્તારા તા.માંડવી
- નવુભા રતનજી સોઢા ઉ.વ.-૪૦ ધંધો-ડ્રાઈવિંગ રહે, પટેલ વાસ ગોધરા તા.માંડવી
ગોવિંદ જયંતિ ફરવાવાડા (પટ્ટણી) ઉ.વ.-૨૪ ધંધો-ખેતી રહે.દાતણીયાવાસ ગોધરા તા.માંડવી
સચિન કાન્તીભાઈ પટ્ટણી ઉ.વ.-૨૦ ધંધો-ખેતી રહે.કેસરીયા ડેમની બાજુમાં ગોધરા તા.માંડવી
પકડવાના બાકી આરોપીઓ
તોસીફ મેમણ
→ કબ્જે કરેલ કુલ્લે મુદ્દામાલ (કિ.રૂ. ૧,૦૦,૩૫૦/-)
રોકડા રૂપીયા ૪૦,૦૦૦/-
- ઝાટકા મશીન નંગ-૦૨ કિ.રૂ.-૧૬,૦૦0/-
- ખાલી પ્લાસ્ટિકના કેરેટ નંગ-૨૯ કિં.રૂ.- ૪૩૫૦/-
- મોબાઈલ ફોન નંગ-૪ કિ.રૂ.-૪૦,૦૦૦/-