પાકને પાણીનું ટીપુંય નહીં મળે : ભારત
copy image

ભારતે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, પાકિસ્તાન સિંધુ જળ સમજૂતીને લઈને ગમે તેટલા હવાતિયાં મારી લે, તેને પાણીનું એક ટીપું પણ નહીં મળે . કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટિલે કહ્યું હતું કે, સિંધુ કરાર અત્યારે પણ સ્થગિત સ્થિતિમાં જ છે અને આગામી દિવસોમાં પણ એ સુનિશ્ચિત કરવામાં આવશે કે, પાકને પાણી મળે નહીં. એક સવાલના જવાબમાં પાટિલે જણાવ્યું હતું કે, સિંધુના પાણીને અન્યત્ર વાળવાની યોજના પર ગૃહમંત્રી અમિત શાહ ખુદ દેખરેખ રાખી રહ્યા છે અને 1960થી અમલી બનેલા સિંધુ જળ કરારને હવે એક કોરાણે મૂકી દેવામાં આવ્યો છે. વધુમાં પાટિલે કહ્યું હતું કે, આ સમજૂતી હજી પણ સ્થગિત જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી આ ઐતિહાસિક નિર્ણય લીધો છે ત્યારથી સરકારના એ જ પ્રયાસ છે કે, પાકિસ્તાનને પાણીનું એઁક ટીપું પણ મળે નહીં. હું સંપૂર્ણ ખાતરી સાથે કહું છું કે, અમારું કામ નિશ્ચિત મહેતલ મુજબ આગળ વધી રહ્યું છે અને આગામી વર્ષોમાં પણ પાકને ભારત તરફથી પાણી મળશે નહીં