“પયર્ટન પર્વ” નિમિતે ભવ્ય લોકડાયરો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો માંડવી બીચ ખાતે યોજાશે.
ગુજરાત સરકારશ્રીના રમતગતમ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, કચ્છ
ધ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,કચ્છ-ભુજ દ્વારા સંચાલિત ગુજરાતના પર્યટન
સ્થળો પર મુલાકાત લેતા પર્યટકોને વિભિન્ન પ્રકારની ઝાંખી મળે તથા “પર્યટન પર્વ” સ્થળને વધુ ઉર્જાવાન બનાવવાની વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી શકાય. તેવા હેતુથી “પર્યટન પર્વ” નિમિતે લોકડાયરો તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન આગામી તા:૧૪/૦૬/૨૦૨૬ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકથી માંડવી બીચ,માંડવી ખાતે કરવામાં આવેલ છે. જેમાં નામાંકીત કલાકારો દ્વારા લોકડાયરો, સાંસ્કૃતિકની પ્રસ્તુતિઓ કરવામાં આવનાર છે. તો આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પધારવા તેમજ આ ભાતીગળ લોકડાયરાનો લાભ લેવા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ છે.