દુનિયાના પ્રથમ ટ્રિલિયોનેર બન્યા ઈલોન મસ્ક, સંપત્તિ રૂ. 95 લાખ કરોડને પાર
copy image

ઉદ્યોગપતિ એલન મસ્ક દુનિયાના પ્રથમ ટ્રિલિયોનર-ખરબપતિ બન્યા છે. તેમની સંપત્તિ 95 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઇ છે.મળતી માહિતી મુજબ તેમની સંપત્તિમાં ગુરુવારે સ્પેસએક્સના આઈપીઓને લીધે 274 અબજ ડોલરનો ઉછાળો આવ્યો હતો. એલન મસ્ક હવે તાઈવાન , આયર્લેન્ડ , બેલ્જિયમ (776.73 અબજ ડોલર), સ્વીડન (760.48 અબજ ડોલર), ઈઝરાયલ (719.85 અબજ ડોલર), આર્જેન્ટીના (688.38 અબજ ડોલર) જેવા દેશોથી પણ અમીર બની ગયા છે. મસ્કની કુલ નેટવર્થ આ તમામ દેશોની જીડીપી કરતા વધારે છે. બ્લુમબર્ગ બિલિયનેર્સ ઈન્ડેક્સ અનુસાર એલન મસ્કની કુલ સંપત્તિ 971 અબજ ડોલર થઈ છે. જ્યારે ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયનેર ઈન્ડેક્સ અનુસાર મસ્ક 982 અબજ ડોલરની સંપત્તિના માલિક છે. રોયટર્સના કહેવા પ્રમાણે સ્પેસએક્સના શેરમાર્કેટમાં લિસ્ટિંગ બાદ મસ્કની સંપત્તિ એક ટ્રિલિયન ડોલરને પાર પહોંચી જશે અને દુનિયાના પહેલા ખરબપતિ બની જશે. સ્પેસએક્સએ આઈપીઓ મારફતે 75 અબજ ડોલર એકત્રિત કર્યા છે. કંપનીના શેર 135 ડોલર પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયા છે. જેનાથી કંપનીનું મૂલ્ય 1.77 ટ્રિલિયન ડોલરે પહોંચ્યું છે.