ભુજ ખાતે આયોજિત “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૪ – નમો કપ” ની મેગા ફાઇનલ મેચ બની સર્વે ખેલાડીઓ માટે સ્પોર્ટ્સમેન સ્પિરિટનું ઉન્નત સંવર્ધન

કચ્છ લોકસભા તથા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ-ભુજ દ્વારા ઓપન કચ્છ ડે – નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૪ – નમો કપ” ની “મેગા ફાઈનલ મેચ” આજે તા. ૧૨/૦૬/૨૦૨૬, શુક્રવારે ભુજ શહેરના જયુબિલી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. આ ફાઈનલ મેચ સાંજે ૭.૦૦ વાગ્યે મહાનુભાવો – લોકસભા પરિવાર તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ -ભુજના ટ્રસ્ટીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ. આ પ્રસંગે દરરોજ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સાથે તેમને બિરદાવવા ઉપસ્થિત રહેલ સર્વેનું આભાર માનતા સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા એ જણાવ્યુ હતું કે સ્પોર્ટ્સ સમાજના યુવાનોમાં એકતા અને ઉત્સાહનો એક પ્રચંડ ભાવ ઉત્પન્ન કરે છે અને પરસ્પરના સદભાવ અને સાહચર્યમાં અભિવૃદ્ધિ કરે છે. આ માત્ર એક ક્રિકેટ મેચ નથી, પરંતુ સામાજિક એકતા સાથે તંદુરસ્ત સ્વાસ્થ્ય અને રમતગમત પ્રત્યે જાગૃતિ લાવતો સરાહનીય પ્રયાસ છે તથા દરેક ખેલાડીમાં મનોબળ, શિસ્ત અને સ્પોર્ટ્સમેન સ્પિરિટનું ઉન્નત સંવર્ધન કરવાનું છે. સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૧, ૨, અને ૩ ની ભવ્ય સફળતા બાદ આ વર્ષે “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ – નમો કપ” નું તા. ૦૩/૦૫/૨૦૨૬ ના પ્રારંભ કરવામાં આવ્યું અને કુલ ૪૨ દિવસની મેચમાં કુલ ૪૩૩ ટિમોમાં કુલ ૬૯૯૫ ખેલાડીઓ એ ઉમંગ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. તદઉપરાંત ૧૩ મહિલા ટિમના ૧૪૫ મહિલા ખેલાડીઓ એ ૩ દિવસમાં ૧૨ જેટલી મેચો રમી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સાંસદશ્રી એ જણાવ્યું હતું કે આ ક્રિકેટ ટુર્નામેન્ટની તા.૧૨/૦૬/૨૦૨૬ ને શુક્રવારે ‘મેગા ફાઇનલ’ મેચમાં A.G-11 ટીમ અને Royal-11 ભુજ ટીમ વચ્ચે યોજાયેલ જે મેચમાં A.G-11 ટીમનો ઐતિહાસિક વિજય થયેલ. તેમજ મહિલા ની ફાઈનલ મેચમાં Surya Builders ટીમ અને Blaster-11 વચ્ચે યોજાયેલ જેમાં Blaster-11 ટીમ નો વિજય થયેલ. આ મેચનું લાઈવ પ્રસારણ ‘Vinod Chavda’ યુટ્યુબ ચેનલ લાઈવ પ્રસારણ કરવામાં આવેલ.

“સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૪ – નમો કપ* ના તમામ ખેલાડીઓને પ્રોત્સાહન અને શુભેચ્છા પાઠવવા ભારત અંડર-૧૯ વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના પ્લેયર હરવંશસિંઘ પંગાલીયા, ૨. સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોસીએસનનાં રણજી ટ્રોફીનાં કોચ મોહનસિંહ જાડેજા, ૩. પૂર્વ રણજી ટ્રોફી પ્લેયર સુનિલભાઈ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. તેમનું શાલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું. તેમજ સર્વે મહાનુભાવોશ્રીઓ એ આ ‘મેગા ફાઇનલ મેચ’ ખુબ ઉત્સાહ અને ઉમંગ સાથે માણી હતી. આ ઉપરાંત મેચ નિહાળવા પધારેલા સૌ ક્રિકેટ રસિકો અને યુવાનોએ હાજર રહી ક્રિકેટનો આનંદ માણ્યો હતો.

દરેક ૪૦૦ + ટીમોનાં મેચ દરમ્યાન સમય – સહકાર આપતાં કાર્યકરો-મહાનુભાવોનાં સન્માન અને ‘મેગા ફાઇનલ મેચ’ માં ભાગ લેતી બંન્ને ટીમોને પ્રોત્સાહન સ્વરૂપે વિજય કપ અર્પણ કરવામાં આવેલ, સાથે મેન ઓફ ધ સીરીઝ, બેસ્ટ બેસ્ટમેન, બેસ્ટ બોલર, બેસ્ટ કીપર, બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ કેચ, સેન્ચ્યુરી કરનાર ખેલાડીઓ, 5 વિકેટ લેનાર ખેલાડીઓ, વધારે રન કરનાર ખેલાડીઓ (પુરુષ તથા મહિલા ટીમો) ને ઇનામ વિતરણ કરવામાં આવેલ હતા. ‘સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-4 – નમો કપ’ અંતર્ગત આજની ‘મેગા ફાઈનલ મેચ’ ખૂબજ ઉત્સાહભરી અને હૃદયસ્પર્શી રહી હતી.