રાપરના આડેસર વિસ્તારમાં ખુલ્લેઆમ જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા

copy image

copy image

રાપરના આડેસર વિસ્તારમાં ખુલ્લેઆમ જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે ઝડપી પાડયા હતા. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પોલીસને બાતમી હકીકત મળેલ કે આડેસરના મરંડવાસમાં હનુમાન મંદિરના ઓટલા પર લાઇટના અજવાળામાં અમુક શખ્સો જુગાર રમી રહ્યા છે. જેથી તુરંત જ પોલીસે બાતમી વાળા સ્થળ પર જઈ તપાસ કરતાં આરોપીઓ હાજર મળી આવેલ. પોલીસે રોકડ રૂા. 10,850 તથા પાંચ મોબાઇલ એમ કુલ રૂા. 26,850ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.