ભારતીયોનાં મોત મુદ્દે જયશંકરનો ઠપકો પણ અમેરિકા લાજવાને બદલે ગાજ્યું
copy image

તા. 13 : હોર્મુઝમાં ત્રણ ભારતીયનો જીવ લેનાર સૈન્ય હુમલા બાદ ભારતે અમેરિકા સમક્ષ વિરોધ દર્શાવ્યો હતો પણ અમેરિકા લાજવાનાં સ્થાને ગાજે છે. અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું હતું કે, હોર્મુઝમાં તમામ જહાજોએ અમારી સેનાના આદેશ માનવા જોઈએ. ઉલ્લેખનીય છે કે, અગાઉ ટેલિફોનિક વાતચીતમાં ભારતીય વિદેશમંત્રી જયશંકરે કહ્યું હતું કે, વેપારી જહાજો પર આવી જીવલેણ કાર્યવાહી સ્વીકાર્ય નથી. બન્ને વિદેશમંત્રીએ ફોન પર વાત કરી હતી, ત્રણ ભારતીયનાં મોત મુદ્દે વિરોધ નોંધાવતાં જયશંકરે કહ્યું હતું કે, જીવ લઈ લે તેવું કોઈ કૃત્ય કોઈ પણ રીતે યોગ્ય ઠરાવી ન શકાય. ખાસ કરીને કોમર્શિયલ જહાજો સામે આવી કાર્યવાહી ઉચિત નથી. તેના થોડા કલાક બાદ જ રૂબિયોએ કહ્યું હતું કે, કોમર્શિયલ જહાજોએ હોર્મુઝમાં અમેરિકી દળોના આદેશોનું પાલન કરવું જોઈએ. અમેરિકી નાકાબંધીનું ઉલ્લંઘન સહન નહીં કરાય , તેવી ચેતવણી રૂબિયોએ આપી હતી.