ફ્રી થઇશ ત્યારે મારી માતા સાથે વાત કરીશ : લેફ્ટનન્ટ શુભમ કુમાર એક કલાક પછી જ શહીદ 

: આસામમાં જોરહાટમાં ભારતીય  વાયુસેનાના વિમાન દુર્ઘટનામાં શહીદ થયેલા ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમારે અકસ્માતના એક કલાક પહેલાં જ બિહારના જહાનાબાદમાં તેમની માતા સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. મળતી માહિતી મુજબ જોરહાટ એરફોર્સ સ્ટેશન પર લેન્ડિંગ કરતી વખતે ભારતીય વાયુસેનાનું ટ્રાન્સપોર્ટ વિમાન એએન-32 ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાંચ વાયુસેનાના જવાનો શહીદ થયા હતા, જેમાં બિહારના જહાનાબાદના વતની ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમારનો પણ સમાવેશ થાય છે. શુભમે અકસ્માતના એક કલાક પહેલાં જ તેની માતા સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. પુત્રની શહાદતના સમાચાર મળતાં પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. 26 વર્ષીય શુભમ હુલાસગંજ બ્લોકના બનવરિયાણ ગામનો રહેવાસી હતો. શુભમ કુમારે તેની માતાને ફક્ત એટલું જ કહ્યું કે, તે ઉતાવળમાં છે અને જ્યારે તે ફ્રી થશે ત્યારે વાત કરશે. માતાને ખબર નહોતી કે આ તેના પુત્રનો છેલ્લો વીડિયો કોલ હશે.