મુન્દ્રા માનસી સર્કલ પાસે ભયાનક અકસ્માત! ટ્રક નીચે આવી જતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત

copy image

copy image

મુન્દ્રા માનસી સર્કલ પાસે આજે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો. ભારે વાહન ટ્રકના પૈડા નીચે આવી જવાથી યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતના કારણની તપાસ શરૂ કરી છે.

માનસી સર્કલનો આ વિસ્તાર ભારે વાહનોની અવરજવરથી હંમેશા વ્યસ્ત રહે છે. આવી ઘટનાઓ પછી રાહદારીઓ અને વાહનચાલકોને સતર્ક રહેવાની જરૂરિયાત ફરી ઉભી થઈ છે.