હોર્મુઝ કરતાં પણ મોટું સંકટ…’, નિષ્ણાતોએ કહ્યું ભારતનો 40% વેપાર ઠપ થશે તો ઈકોનોમી પર થશે અસર

અમેરિકા અને ઈરાન વચ્ચે આખરે ઐતિહાસિક શાંતિ સમજૂતી ફાઇનલ થઈ ગઈ છે, જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલું હોર્મુઝ સંકટ સમાપ્ત થયું છે.મળતી માહિતી મુજબ દુનિયાની 20% ઓઇલ અને ગેસની જરૂરિયાતો પૂરી કરતો આ મુખ્ય સમુદ્રી માર્ગ ફરી ખુલી ગયો છે અને ઈરાની ઓઇલના જહાજોની અવરજવર પણ શરૂ થઈ ગઈ છે. આ શાંતિ કરાર પર શુક્રવારે 19 જૂનના રોજ સત્તાવાર હસ્તાક્ષર કરવામાં આવશે. વૈશ્વિક બજારમાં ઈતિહાસના સૌથી મોટા સપ્લાય સંકટ તરીકે ઓળખાતા હોર્મુઝ વિવાદના ઉકેલથી દુનિયાએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ ભારત માટે મુશ્કેલીઓ હજુ ઓછી થઈ નથી.

ભારતના પૂર્વ વિદેશ સચિવ અને વર્ષ 2016થી 2017 દરમિયાન ચીનમાં ભારતના રાજદૂત રહી ચૂકેલા વિજય ગોખલેએ એક મોટી અને ચિંતાજનક ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે ભલે હોર્મુઝનો રસ્તો ખુલી ગયો હોય, પરંતુ તેનાથી પણ મોટું આર્થિક સંકટ ભારતની સામે આવીને ઊભું છે, જે તાઇવાન સાથે જોડાયેલું છે. ભલે તાઇવાન ભારતથી 5000 કિલોમીટર દૂર છે, પરંતુ ત્યાં સર્જાનારી સ્થિતિ ભારતની ચિંતા વધારી શકે છે.ભારતનો 40% વેપાર ઠપ થશે, ઇકોનોમી પર સીધો પ્રહારજો: તાઇવાન સંકટને કારણે મલક્કા સ્ટ્રેટ બંધ થાય, તો ભારતનો 40% વેપાર સંપૂર્ણપણે અટકી જશે. ગ્લોબલ સપ્લાય ચેનનો 30% હિસ્સો ચીનથી શરૂ થાય છે, જેથી ભારતના નિકાસકારો અને આયાતકારો બંને બરબાદ થઈ જશે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે દુનિયાના 90% સેમિકન્ડક્ટર (ચિપ્સ) તાઇવાન, જાપાન, કોરિયા અને ચીનથી આવે છે. ચિપ્સ ન મળવાને કારણે ભારતની આખી અર્થવ્યવસ્થા ખોરવાઈ જશે.પૂર્વ વિદેશ સચિવ વિજય ગોખલેએ ચેતવણી આપતા સરળ શબ્દોમાં સમજાવ્યું કે, ‘આ સંકટને કારણે દેશમાં તમારો ઇ-કોમર્સ, ઇ-લોજિસ્ટિક્સ, એન્ટરટેઇનમેન્ટ અને એજ્યુકેશન ઉદ્યોગ બધું જ ઠપ થઈ જશે. દેશમાં બેરોજગારી અને અસ્થિરતા એટલી વધી જશે કે તમે ઓનલાઇન પિઝા પણ ઓર્ડર નહીં કરી શકો અને નવી કાર પણ ખરીદી નહીં શકો.’