૩(ત્રણ) સસલાનાં શિકાર સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી જખૌ પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી મનિષા દેસાઇ સાહેબ, નલીયા વિભાગ, નલીયાનાઓએ વન્યજીવ પ્રાણીઓની ગે.કા. શિકારી પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા માટે સુચના કરેલ હોય જે અનુસંધાને ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી આર.જે.ગોહિલ સાહેબ જખી પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ જખી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ના.રા.માં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત આધારે વાડાપધ્ધર ગામે હનુમાનજીના મંદિર પાછળ બાવળોની ઝાળીમાં સસલાનો ગે.કા. શિકાર થાય છે જે બાતમી આધારે રેઇડ કરતાં ત્રણ ઇસમો એક મો.સા. તથા ત્રણ સસલાનાં શિકાર સાથે પકડી પાડેલ તેમજ શિકાર કરેલ સસલાં વન્ય પ્રાણી અધિ. અન્વયે આગળની કાર્યવાહી કરવા સારૂ આર.એફ.ઓ. શ્રી નલીયા દક્ષિણ રેન્જ નાઓને સોંપેલ

પકડાયેલ આરોપી નામ સરનામા –

(૧) હરેશ જયંતિભાઇ જોગી ઉ.વ. ૨૩ રહે. ડીવી. હાઇસ્કુલ પાછળ જોગી વાસ, અંજાર

(૨) કાનજી હમીર જોગી ઉ.વ. ૩૫ રહે. મુળ મોડકુબા તા. માંડવી હાલે રહે. વાડાપધ્ધર તા. અબડાસા

(૩) મહેશ રામજી જોગી ઉ.વ.૫૫ રહે,ડી.વી. હાઇસ્કુલ પાછળ જોગીવાસ, અંજાર

મુદ્દામાલ :-

(૧)ત્રણ સસલાનાં મૃતદેહ

(૨)એચ.એફ.ડિલક્ષ બાઈક જેના રજી.નં. GJ-39-A-8069

(3)એક સાદી લાકડી

ઉપરોક્ત કામગીરીમાં જખી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર આર.જે.ગોહિલ સાહેબ તથા એ.એસ.આઇ. નિર્મળસિંહ કે.જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સવરાજ કનૈયા ગઢવી તેમજ એસ.આર.ડી.ના જવાનો સુખદેવસિંહ જાડેજા તથા રવિરાજસિંહ જાડેજાનાઓ જોડાયેલા હતો.