અંજાર PGVCL કચેરીમાં આગની ઘટના અંગે મીડિયા માધ્યમો અને સોશિયલ મીડિયામાં પ્રસારિત ભ્રામક અહેવાલોનું સત્તાવાર ખંડન

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL), અંજાર વિભાગીય કચેરી દ્વારા વિવિધ મીડિયા અને સોશિયલ મીડિયા માધ્યમોમાં પ્રસારિત થઈ રહેલા આગની ઘટના અંગેના ભ્રામક સમાચારો અને વીડિયોનું સત્તાવાર રીતે ખંડન કરવામાં આવ્યું છે.‌

આ આગનો બનાવ તારીખ ૨૦/૦૬/૨૦૨૬ ના રોજ બપોરે અંદાજે ૧૨:૦૦ કલાકે અંજાર શહેર પેટા વિભાગીય કચેરી, PGVCL, અંજાર શહેર ખાતે બન્યો હતો. વિવિધ મીડિયા અને સોશિયલ મીડિયામાં અંજાર PGVCL કચેરીના રેકોર્ડ રૂમમાં આગ લાગ્યાના વીડિયો તથા સંદેશાઓ પ્રસારિત થઈ રહ્યા છે, જે હકીકતથી તદ્દન વિપરીત અને ભ્રામક છે.

વાસ્તવિક હકીકત એ છે કે અંજાર શહેર પેટા વિભાગીય કચેરીમાં આવેલ એક રૂમમાં રાખવામાં આવેલ જૂનો અને બિનઉપયોગી સામાન, જેમ કે જૂની ખુરશીઓ, જુના મીટરો, વાયરો, સલામતીના સાધનો તથા કેટલીક જૂની રેકોર્ડ સામગ્રીમાં આગ લાગી હતી.

આ ઉપરાંત, તપાસ માટે આવેલ એક ટીમ અંજાર વિભાગીય કચેરી તેમજ અંજાર વર્તુળ કચેરીની મુલાકાતે આવેલ હતી. આ તપાસ ટીમને અંજાર શહેર પેટા વિભાગીય કચેરીમાં રાખેલ રેકોર્ડ સાથે કોઇ પણ પ્રકારનું લાગતુ વળગતુ ન હોવા છતા આ આગના બનાવ સાથે તપાસ ટીમને જોડીને ખોટી માહિતી સમાચાર પત્રો, ન્યુઝ ચેનલો તેમજ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થયા છે. આ બાબતે સ્પષ્ટ કરીને કાર્યપાલક ઈજનેર, વિભાગીય કચેરી, પી.જી.વી.સી.એલ., અંજાર દ્વારા રદિયો આપવામાં આવ્યો છે.v