ગાંધીધામ તાલુકાના મોજે.શિણાય ખાતેની સરકારી ટ્રાવર્સ પૈકીની જમીનો પર થયેલ ગેરકાયદેસર દબાણ દુર કરવા બાબત

આજ તા.૨૦/૦૬/૨૦૨૬ ના રોજ મે.શ્રી જિલ્લા કલેકટર સાહેબની સુચના મુજબ, પ્રાંત અધિકારીશ્રી, અંજારના માર્ગદર્શન હેઠળ મામલતદાર ગાંધીધામની ટીમ દ્વારા પોલીસના સહયોગથી મોજે.શિણાય,તા.ગાંધીધામના ટ્રા.સ.નં.૪૯૬ પૈકીની જમીન ૬૫૦૦ ચો.મી.માં આશરે ૧૫ જેટલા કાચા-પાકા મકાનો બનાવી તથા જમીનની ફરતે દિવાલ બનાવી દબાણકર્તા શ્રી નરશીભાઈ દેવીપુજક વિગેરે દ્વારા અનધિકૃત રીતે બાંધકામ કરી દબાણ કરેલ. જે ગેરકાયદેસર રહેણાંક તેમજ વાણિજય દબાણો દુર કરવામાં આવેલ. આ કામગીરી બાદ કુલ અંદાજીત ૬૫૦૦ ચો.મી જમીન જેની જંત્રી મુજબની અંદાજીત કીંમત રૂા.૭૨,૦૦,૦૦૦/- અંક રૂપીયા બોત્તેર લાખ પુરા થાય છે. તે જમીન દબાણ મુકત કરી ખાલી કરાવવામાં આવી.